2 પિતરનો પત્ર 1 : 1 (GUV)
આપણા ઈશ્વર તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પિતર:
2 પિતરનો પત્ર 1 : 2 (GUV)
ઈશ્વરને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાઓ.
2 પિતરનો પત્ર 1 : 3 (GUV)
એમણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સર્વ વાનાં આપ્યાં છે.
2 પિતરનો પત્ર 1 : 4 (GUV)
તેનાથી તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યાં છે. જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
2 પિતરનો પત્ર 1 : 5 (GUV)
એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ને ચારિત્રની સાથે જ્ઞાન
2 પિતરનો પત્ર 1 : 6 (GUV)
ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ,
2 પિતરનો પત્ર 1 : 7 (GUV)
ને ભક્તિભાવની સાથે બંધુપ્રેમ, ને બંધુપ્રેમની સાથે પ્રેમ જોડી દો.
2 પિતરનો પત્ર 1 : 8 (GUV)
કેમ કે જો એ સર્વ તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિષે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.
2 પિતરનો પત્ર 1 : 9 (GUV)
પણ જેની પાસે એ વાનાં નથી તે આંધળો છે, તેની દષ્ટિ ટૂંકી છે, અને તે પોતાનાં આગલાં પાપોથી શુદ્ધ થયો હતો એ વાત તે વીસરી ગયો છે.
2 પિતરનો પત્ર 1 : 10 (GUV)
એ માટે, ભાઈઓ, તમને [મળેલું] તેડું તથા [પ્રભુએ કરેલી] તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો; કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહિ.
2 પિતરનો પત્ર 1 : 11 (GUV)
કારણ કે એમ [કરવાથી] તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો.
2 પિતરનો પત્ર 1 : 12 (GUV)
માટે જો કે તમે એ વાતો જાણો છો, અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો, તોપણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહિ.
2 પિતરનો પત્ર 1 : 13 (GUV)
જ્યાં સુધી હું આ માંડવામાં છું, ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે.
2 પિતરનો પત્ર 1 : 14 (GUV)
કેમ કે મને માલૂમ છે કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડયું, તે પ્રમાણે મારો માંડવો જલદી પડી જવાનો છે.
2 પિતરનો પત્ર 1 : 15 (GUV)
મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ.
2 પિતરનો પત્ર 1 : 16 (GUV)
કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેમના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતાં.
2 પિતરનો પત્ર 1 : 17 (GUV)
કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ, “એ મારો વહાલો પુત્ર છે, એના પર હું પ્રસન્‍ન છું.” ત્યારે ઈશ્વર પિતા તરફથી તે માન તથા મહિમા પામ્યા.
2 પિતરનો પત્ર 1 : 18 (GUV)
જ્યારે અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી.
2 પિતરનો પત્ર 1 : 19 (GUV)
વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન છે. તેને અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવાં જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારાં અંત:કરણોમાં ઊગે, ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું.
2 પિતરનો પત્ર 1 : 20 (GUV)
પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન મનુષ્યપ્રેરિત નથી.
2 પિતરનો પત્ર 1 : 21 (GUV)
કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: